તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • કુંભાસણ ગામમાં ધોળા દિવસે બંધ મકાનમાંથી 48 હજારની મત્તા ચોરાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુંભાસણ ગામમાં ધોળા દિવસે બંધ મકાનમાંથી 48 હજારની મત્તા ચોરાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરતાલુકાના કુંભાસણ ગામે રહેતા એક પરિવારના મકાનમાં સોમવારે ધોળાદિવસ તસ્કરો ત્રાટક્યા હતા. અને મકાનમાં પડેલ સોનાની ચેઇન સહિત મોબાઇલ તેમજ રોકડ રકમની ચોરી કરી નાસી છુટ્યા હતા. મકાન માલિકે અજાણ્યા શખસો વિરૂદ્ધ ગઢ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અંગે મળતી માહિતી મુજબ પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે રહેતા કાન્તીલાલ ખુશાલભાઇ વાગડોદા સોમવારે નિત્ય ક્રમ મુજબ સવારે પોતાના મકાનને તાળુ મારી નોકરી ગયા હતા. જે બાદ કોઇ અજાણ્યા શખસો ધોળા દિવસે દરવાજાનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો.

જ્યાં મકાન પડેલી તિજોરીનું લોક તોડી અંદરથી રૂ. 45000ની સોનાની ચેઇન અને રૂ.2000નો એક મોબાઇલ તેમજ રૂ. 1000 હજાર રોકડા મળી કુલ 48000 ના મુદ્દામાલની ચોરી કરી નાસી ગયા હતા. અંગે મકાન માલિકે ગઢ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.ધોળે દહાડે ચોરી થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. અંગે પોલીસ પગલાં ભરે તેવી લોકોમાં માંગ પ્રવર્તી રહી છે.

ઘરે આવતા ચોરીની જાણ થઇ

કુંભાસણગામે રહેતા કાન્તીલાલ વાગડોદા બપોરે નોકરીથી ઘરે આવતા મકાનનું તાળુ તુટેલુ હતું. તેમજ ઘરમાં સરસામાન વેરણ છેરણ પડેલુ હોવાથી ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો