તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • પાલનપુર રામપુરા ચોકડી નજીક બમ્પ મુકવા આવેદનપત્ર અપાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર રામપુરા ચોકડી નજીક બમ્પ મુકવા આવેદનપત્ર અપાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર-અંબાજીહાઇવે ઉપર રામપુરા ચોકડી અકસ્માત ઝોન બની રહ્યો છે. જ્યાં છેલ્લા એક માસમાં સર્જાયેલા અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. સ્થળે બમ્પ બનાવવામાં આવે તેવી માંગણી સાથે સ્થાનિક રહીશોએ સોમવારે જિલ્લા કલેકટરને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું.

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર જૂના આરટીઓ સર્કલથી આગળ સદરપુર ચોકડી, રામપુરા ચોકડી અને ધનિયાણા ચોકડી આવેલી છે. જ્યાં એક પણ સ્થળે બમ્પ મુકવામાં આવ્યો નથી. બીજી તરફ રામપુરા ચોકડીની બાજુમાં પ્રાથમિક શાળા તેમજ હાઇસ્કૂલ આવેલી છે. જ્યાં પાલનપુર મફતપુરા સહિતના વિસ્તારના છાત્રો અભ્યાસઅર્થે આવે છે. જેમને હાઇવે ક્રોસ કરતી વખતે સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. અને બમ્પ મુકવાની પ્રજા માંગ ઉઠવા પામી છે.

અંગે સ્થાનિક રહીશોએ સોમવારે જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં જણાવાયું હતું કે, પાલનપુર-અંબાજી હાઇવે તેમજ માલણ એપ્રોચ રોડ ઉપર શ્રી સાર્વજનિક વિદ્યાલય, રામપુરા શાળા આવેલી છે. જેમાં આજુબાજુના વિસ્તારમાંથી 1000 ઉપરાંત બાળકો અભ્યાસાર્થે આવે છે. માર્ગ ઉપર સ્પીડ બ્રેકર નથી તેમજ સ્કુલ નિદર્શન કરતાં બોર્ડ પણ નથી. જેથી બાળકો ઉપરાંત રાહદારીઓને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

તાજેતરમાં માર્ગ ઉપર સર્જાયેલા અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. ત્યારે સત્વરે બમ્પ તેમજ સ્કૂલ નિદર્શન બોર્ડ મુકવામાં આવે તેવી માંગ છે. અન્યથા પ્રજાજનો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે.’

જિલ્લા કલેકટરે દસ દિવસની ખાત્રી આપી

‘પાલનપુર-અંબાજીહાઇવે ઉપર રામપુરા ચોકડી ઉપર બમ્પ મુકવા માટે જિલ્લા કલેકટર જેનુ દેવનને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું. જેમણે દસ દિવસમાં કામગીરી કરાવવાની ખાત્રી આપી હતી.’: રાજેશભાઇવી. કંકોડીયા (રહીશ, મફતપુરા)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો