તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • પાલનપુરમાં 12 રિક્ષા ચાલકોને સ્કૂલ રિક્ષાના પરમીટ અપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરમાં 12 રિક્ષા ચાલકોને સ્કૂલ રિક્ષાના પરમીટ અપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરમાંરિક્ષા ચાલકો દ્વારા પરમીટ વીના ઘેટાબકરાની માફક શાળાના બાળકોને મુસાફરી કરાવવામાં આવતી હોવાથી પોલીસ દ્વારા પ્રકારની રિક્ષા ચલાવતા ચાલકો સામે લાલ આંખ કરવામાં આવતી હતી.જેના પગલે રિક્ષા એસોસીયેશન દ્વારા 12 રિક્ષા ચાલકોને સ્કૂલ રિક્ષાનું પરમીટ અપાવવામાં આવ્યું હતુ.જેમને કુંવરબા હાઇસ્કુલ ખાતે શનિવારે જિલ્લા ટ્રાફિક પીએસઆઇના અધ્યક્ષ સ્થાને રિક્ષાનું પરમીટ આપવામાં આવતા ચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.

કુંવરબા હાઇસ્કુલ ખાતે શનિવારે જિલ્લા ટ્રાફિક પીએસઆઇ એમ.બી.બારડ,સીટી ટ્રાફિક પીએસઆઇ કાંધલ ઓડેદરાના અધ્યક્ષ સ્થાને 12 રિક્ષા ચાલકોને સ્કૂલ રિક્ષાનું પરમીટ આપવામાં આવ્યું હતુ.તેમજ આગામી દિવસોમાં સ્કૂલમાં ફરતી તમામ રિક્ષા સહીત અન્ય વાહનોને પરમીટ લેવા સુચન કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમમાં રીક્ષા એસોસીયેશનના પ્રમુખ સાજીદભાઇ મકરાણી,શાળાના આચાર્ય સુરેશભાઇ રાવલ,તન્નુ મોટર્સના સેલ્સ મેનેજર સંદિપભાઇ સહીત અન્ય શાળાના આચાર્ય તેમજ શાળાના બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો