તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બનાસકાંઠામાં ગુરુપૂર્ણિમાએ ઠેરઠેર ગુરુવંદના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બનાસકાંઠાજિલ્લામાં મંગળવારે ગુરુપૂર્ણિમાની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે શાળા-કોલેજો મંદિરોમાં ગુરુપૂજન કરી આશીર્વાદ મેળવવામાં આ‌વ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે ગુરુપૂર્ણિમાની શ્રદ્ધાભેર ઉજવણી કરાઇ હતી. જ્યાં પાલનપુર વિજય હનુમાન મંદિર ખાતે મંગળવારે મહામંડલેશ્વર સ્વામી 1008 કલ્યાણનંદજી મહારાજ હાજર હોવાથી તેમની છબીને ફુલહાર કર્યા બાદ રામેશ્વર બાપુનું પૂજન કરવામાં આવ્યુ હતું. સિવાય મોટા રામજી મંદિર ખાતે રાઘવદાસજી બાપુનું શિષ્યો દ્વારા પૂજન કરવામાં આવ્યુ હતુ.તેમજ કાળા હનુમાન,કંથેરીયા હનુમાન મંદિર ખાતે પણ ગુરુપૂજનના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.

વાવ: વાવગાયત્રી વિદ્યાલય ખાતે સોમવારની રાત્રે સંતવાણી કાર્યક્રમ રાખી ગુરુપૂર્ણિમા દિવસે બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી આનંદપ્રકાશ મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેને ગામમાં પરિભ્રમણ કરવાઇ હતી.

ધાનેરા: ધાનેરાનાજીવાણા ખાતે શ્રી રતનગીરીજી મહારાજના સાનિધ્યમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાંધાનેરા તાલુકા તથા અન્ય ગામોમાંથી મોટી સંખ્યામાં ગુરુભક્તો પણ આવી પહોચ્યા હતા. અને ગુરુના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી હતી. જ્યારે શ્રી સુંદરપુરીજી મહારાજની જીવંત સમાધી એવા વાલેર ખાતે પણ ભવ્ય મેળા જોવા માહોલ જેવો મળ્યો હતો.

દિયોદર: દિયોદરતાલુકાના ધનકવાડા હીંગળાજ માતાજી ચીભડા કેશરભવાની માતાજી લવાણા અંબાજી મંદિર રવેલ ક્ષેત્રપાળદાદા ઓગડપુરા ઓગડજી મહારાજની જગ્યા સણાદર અંબાજીધામ તેમજ દિયોદર બાણેશ્વરી માતાજી મંદિરે મંગળવારે ગુરુપૂર્ણિમાના પ્રસંગે ભાવિક ભક્તોની ભારે ભીડ જામી હતી. રોટીલા ગામે પ.પૂ.બ્રહ્મચારી વાલજીબાપુ સણાદર અંબાજી ધામે પ.પૂ.અંકુશગીરી બાપુ બાણેશ્વરી મંદિર ખાતે પ.પૂ.જગમલદાસ બાપુ દ્વારા ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા.

વડગામ: યુ.એસ.ચૌધરીકોલેજ વડગામમાં ગુરુ મહિમાના પાવન પર્વ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમ શરૂઆત મંગલમય પ્રાર્થનાથ્રી કરી હતી. ગુરુ મહિમાનું સુંદર ભજન, ગુરુવિદ્યાના વક્તવ્યો વિદ્યાર્થીઓએ રજુ કર્યા હતા. કોલેજના પ્રિ.ડો.એલ.પી.ગોળે પ્રાસંગિક વક્તવ્ય આપી વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા સર્વ અધ્યાપકોને તિલક કરી આશીર્વાદ લીધા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રા.વિપુલ જોષી દ્વારા અને આભારવિધિ પ્રો.ડો.રમેશ એચ.ચૌધરીએ કરી હતી.

સુઇગામ: સુઇગામતાલુકાના ગુરુગાદીના સ્થાનક બહુચરધામ ખાતે હંહસનિર્વાણ સંપ્રદાયના ગુરુગાદીના મહત પૂ.રામદાસજી બાપુની પાવન નિશ્રામાં ગુરુપૂજન કર્યુ હતું. ઉમેદદાન ગઢવી, દેવજીભાઇ પટેલ, ધનજીભાઇ ગોહિલ, રામજીભાઇ પટેલ , કિશોરભાઇ વ્યાસ ઉપરાંત ભાજપ કાર્યકરોની ઉપસ્થિતમાં અન્ય સેવકો સાથે પૂ.મહત રામદાસજી બાપુને સાલ ઓઢાડી ગુરુપૂજન કરાયું હતું.

બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે ગુરુપૂર્ણિમાની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે શાળા-કોલેજો મંદિરોમાં ગુરુપૂજન કરી આશીર્વાદ મેળવવામાં આ‌વ્યા હતા. તસવીરરાજન ચૌધરી, રાણાજી વેંજીયા, અશોક ચૌધરી, રાજુ ઠાકોર ,પ્રવિણ સોલંકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો