તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદની ધરા ધ્રૂજી : 3.4 ની તીવ્રતાનો ભૂકંપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બનાસકાંઠાજિલ્લાના થરાદ પંથકમાં મંગળવારે વહેલીસવારે ધરાધ્રુજી હતી. જ્યાં 3.4 ની તીવ્રતાનો ભૂકંપનો ઝાટકો આવ્યો હતો. જેનું કેન્દ્ર બિદુ ડૂવા અને મોરથલ ગામ વચ્ચે નોંધાયું હતું. જોકે ભરનિંદ્રામાં પોઢી રહેલા પ્રજાજનોને ભૂકંપના ઝાટકાનો અહેસાસ થયો હતો. તેમજ સ્થાનિક તંત્ર પાસે પણ કોઇ માહિતી હતી.

બનાસકાંઠા જિલ્લા ભૂકંપ 3 ઝોનમાં આવેલો છે. જ્યાં અવાર-નવાર ભૂકંપના નાના-મોટા આંચકાઓ નોંધાતા રહે છે. દરમિયાન મંગળવારે વહેલી સવારે થરાદપંથકમાં ધરાધ્રુજી ઉઠી હતી. અંગે ગાંધીનગર સીસ્મોલોજીકલ રીચર્સ સેન્ટર દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ થરાદપંથકમાં મંગળવારે વહેલી સવારે પોણા ત્રણ કલાકે 3.4 રીચર સ્કેલની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવતા ધરા ધ્રુજી ઉઠી હતી. જેનું બિંદુ થરાદ તાલુકાના ડુવા અને પેપર નજીક મોરથલ ગામ પાસે જમીનની અંદર 7.1 કિલોમીટરે નોંધાયું હતુ.

અંગે પાલનપુર આપત્તિ નિયમન કેન્દ્રના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, મંગળવારે વહેલી સવારે આવેલા ભૂકંપના ઝાટકાથી કોઇ નુકશાનના અહેવાલો સાંપડ્યા નથી.

ભૂકંપના ઝાટકાથી લોકો-તંત્ર અજાણ

થરાદપંથકમાંવહેલી સવારે ભૂકંપ આવ્યો ત્યારે લોકો ભરનિંદ્રામાં પોઢી રહ્યા હતા. જેમને ધરતીકંપનો જરાપણ અહેસાસ થયો હતો. બીજી તરફ સ્થાનિક તંત્રને પણ અંગે કશી જાણ હતી.

બેમાસ પૂર્વે 3.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો

બનાસકાંઠાજિલ્લાના પૂર્વપંથકમાં એકમાસ પૂર્વે 3.4 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી 19 કિમી પૂર્વ- ઉત્તર તરફ અમીરગઢના વિરમપુર નજીક નોંધાયું હતું. ઉપરાંત 11 મે ના રોજ બપોરે 4.49 કલાકે 30 કિમી દૂર માંકડાણા અને આસના ગામ વચ્ચે 2.3 જ્યારે 8 મી મેના રોજ ડીસાથી 50 કિમી દૂર 2.2 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો