તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • પાલનપુર ITI કર્મચારી વતી રૂ.1500ની લાંચ સ્વીકારતા વચેટીયાને ઝડપી લેવાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર ITI કર્મચારી વતી રૂ.1500ની લાંચ સ્વીકારતા વચેટીયાને ઝડપી લેવાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરસ્થિત આઇટીઆઇના એપ્રેન્ટીસ એડવાઇઝરે વડગામના એક છાત્રના ખાતામાં સ્ટાઇપેન્ડની રકમ નાંખવા માટે લાંચની માંગણી કરી હતી. અંગે તેણે એસીબીને જાણ કરતાં મંગળવારે સાંજે પાલનપુર જિલ્લા પંચાયત નજીક એક પાર્લરમાં વોચ ગોઠ‌વી હતી. જ્યાં આઇટીઆઇના કર્મચારી વતી રૂ. 1500ની લાંચ લેતાં વચેટીયાને રંગે હાથ ઝડપી લેવાયો હતો. અંગે બંનેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં ચકચાર મચી જવા પામી હતી.

પાલનપુર આઇટીઆઇમાં અભ્યાસ કરતા વડગામના એક છાત્રને ગુજરાત કાઉન્સીલ ઓફ વોકેશનલ ટ્રેનીંગનું રૂ.17950નું સ્ટાઇપેન્ડ મળ‌વા પાત્ર હતું. જે રકમ છાત્રના બેંકના એકાઉન્ટમાં નાંખવા માટે આઇટીઆઇ ના એપ્રેન્ટીસ એડવાઇઝર રાકેશભાઇ કાન્તીભાઇ પટેલે રૂ. 1500ની લાંચની માંગણી કરી હતી. જેની છાત્રએ અંગે પાલનપુર એસીબીમાં ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે એસીબી પીઆઇ એચ.એમ.કણસાગરાએ મંગળવારે સ્ટાફ સાથે ટ્રેપ ગોઠવી હતી. જે મુજબ જિ. પંચાયત નજીક આવેલા શુભ કોમ્પલેક્ષમાં ધરતી પાર્લર નજીક અનુસંધાનપાના-8રાકેશભાઇપટેલ વતી રૂ. 1500 ની લાંચ લેવા આવેલા વચેટીયા મહેન્દ્રભાઇ જોઇતારામ પટેલને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો. અને બંન્નેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.

નાણાંમળી ગયા છે તેમ ફોન ઉપર જણાવતાં ઝડપી લેવાયો

પાલનપુરઆઇટીઆઇના છાત્ર પાસે કલાસ-ટુ ના કર્મચારી રાકેશભાઇ પટેલે રૂ. 1500ની લાંચ માંગ હતી. જોકે,છાત્રએ નાણાં લઇ જવાનું કહેતા તેમણે વચેટીયા મહેન્દ્રભાઇ પટેલને શુભ કોમ્પલેક્ષમાં નાણાં લેવા માટે મોકલ્યા હતા. જ્યાં રૂ. 1500 સ્વીકારીને તેમણે રાકેશ પટેલને નાણાં મળી ગયા હોવાનો ફોન કરતાં એસીબીએ તેને ઝડપી લીધો હતો.

રાકેશ કાન્તીભાઇ પટેલ (લાંચ માગનાર એપ્રેન્ટીસ એડવાઇઝર)

મહેન્દ્રભાઇ જોઇતારામ પટેલ (લાંચ લેતાં ઝડપાયેલો વચેટીયો)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો