હત્યાકેસનો નાસતો ફરતો આરોપી ઝડપાઈ ગયો
જિલ્લાપોલીસ વડાના સુચનાથી પાલનપુર પેરોલફર્લો સ્કોવોડના પીએસઆઇ વી.આર.ચાવડા તથા તેમની ટીમે થરાદ પોલીસ મથકના હત્યાના આરોપી અને અમદાવાદ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલ થરાદ તાલુકાના શેરાઊ ગામના પોપટભાઇ ધર્માભાઇ વાલ્મીકીને લાખણી તાલુકાના નાદલા ગામેથી ઝડપી લીધો હતો. આરોપી છેલ્લા ચારએક માસથી પેરોલ ઉપર ગયા બાદ નાસતો-ફરતો હોઇ પોલીસે તેને ઝડપી લઇ જેલના હવાલે કર્યો હતો.