તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • સુથારનેસડી ગામની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

સુથારનેસડી ગામની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાભરનાસુથારનેસડી ગામની સગીરાને હરકુડિયા ગામનો શખસ રવિવારે ઘરે સૂતેલી હતી. તે સમયે અપહરણ કરી લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેથી સગીરાએ ભાભર પોલીસ સ્ટેશનમાં શખસ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભાભર તાલુકાના સુથારનેસડી ગામની 17 વર્ષની સગીરા સોમવારે વહેલી સવારે ગણપતલાલ ચતરાજી ઠાકોર (રહે. હરકુડિયા, તા. ભાભર) આવી સગીરાનું અપહરણ કરી લઇ ગયો હતો. જ્યારે પરિવારે સગીરાની શોધખોળ હાથ ધરી હતી. ત્યારબાદ તેમને જાણ થઇ કે ગામનો ગણપતલાલ ઠાકોર સગીરાને ઉપાડી ગયો છે. જેથી તેના ઘરે તપાસ કરતાં યુવક હાજર મળ્યો નહતો. સઘન શોધખોળ બાદ પરિવારે સગીરાની ભાળ મેળવી ઘરે લાવી હતી. અને તેની પૂછપરછ દરમિયાન ગણપતલાલ ઠાકોર વહેલી સવારે અપહરણ કરી લઇ જઇ બળજબરીપૂર્વક તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ જો કોઇને અંગેની જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાત સાંભળી પરિવાર ચોંકી ઊઠ્યો હતો.

અંગે સગીરાએ ભાભર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં વધુ તપાસ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એન.ડી. અસારી ચલાવી રહ્યા છે.

લાખણીના ખેરોલા ગામની સગીરાને ચપ્પુ બતાવી શખસે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

પાલનપુર| લાખણીનાખેરોલા ગામની સગીરાને ગામના એક શખસે છરી બતાવી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જેથી સગીરાએ આગથળા પોલીસ સ્ટેશનમાં શખસ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લાખણી તાલુકાના ખેરોલા ગામની 15 વર્ષથી સગીરાને ગામના સુરેશભાઇ રવાભાઇ માજીરાણાએ ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકીઓ આપી ડરાવી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેથી સગીરાએ આગથળા પોલીસ સ્ટેશનમાં સુરેશભાઇ રવાભાઇ માજીરાણા (રહે. ખેરોલા) સામે ફરિયાદ નોંધાવતાં વધુ તપાસ સીપીઆઇ ડી.ડી. ગોહિલ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...