તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરશહેરના સીટીલાઇટ વિસ્તારમાં મંગળવારે રાત્રે ટ્રકની ટક્કરથી ત્રણ વીજપોલ

પાલનપુરશહેરના સીટીલાઇટ વિસ્તારમાં મંગળવારે રાત્રે ટ્રકની ટક્કરથી ત્રણ વીજપોલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરશહેરના સીટીલાઇટ વિસ્તારમાં મંગળવારે રાત્રે ટ્રકની ટક્કરથી ત્રણ વીજપોલ ધરાશાયી થયા હતા. જેના પગલે કેટલાક વિસ્તારો અંધારપટ થઈ ગયો હતો.જેના પગલે બુધવારે વીજ કંપની દ્વારા સમારકામ હાથ ધરાયું હતું.

પાલનપુર સિટીલાઇટ વિસ્તારમાં મંગળવારે રાત્રે કોઇ અજાણ્યા ટ્રકચાલકે વીજપોલને ટક્કર મારી ત્રણ વીજળીના પોલને ધારાસાયી કર્યા હતા. ઘટનાને લઇ આજુબાજુના સાત વિસ્તારોમાં અંધકાર છવાયો હતો. ઘટનાની જાણ જીઇબીને થતાં તાત્કાલિક જીઇબીની ટીમ દોડી આવી હતી અને કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં 9 ડીપીઓ બંધ રહી હતી. જીઇબીના કર્મચારીઓએ બુધવારે સવારથી ધરાશાયી થયેલ વીજ પોલોનું સમારકામ હાથ ધર્યું હતું. ધરાશાયી થયેલ ત્રણ વીજ પોલની જગ્યાએ નવા વીજ પોલ ઉભા કર્યા હતા અને વિસ્તારમાં આવેલ વીજ કનેકશનની તમામ લાઇનો ચેક કરી નવુ વાયરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ત્રણ થાંભલા ધરાશાયી થતાં 9 ડીપી બંધ રહી હતી

અન્ય સમાચારો પણ છે...