તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ડીસામાં ઠાકોર સમાજના અગ્રણી શંભુજીનું ફોર્મ અધૂરી વિગતોથી રદ

ડીસામાં ઠાકોર સમાજના અગ્રણી શંભુજીનું ફોર્મ અધૂરી વિગતોથી રદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠાજિલ્લામાં ભાજપ-કોંગ્રસ દ્વારા ઉમેદવારો નક્કી કરાયા બાદ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં ફોર્મ ચકાસણીના બીજા દિવસે જિલ્લામાંથી કુલ દસ ફોર્મ પરત ખેંચાયા છે. જેથી 98 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે.ડીસામાં ઠાકોર સેનાના અગ્રણી શંભુજીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં ભાજપ-કોંગ્રેસ દ્વારા ઉમેદવારો નક્કી કરવામાં આવતા ઉમેદવારો પ્રાંત કચેરીએ સમર્થકો સાથે ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેથી જિલ્લામાંથી કુલ 145 ઉમેદવારો દ્વારા કુલ 190 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 108 ફોર્મ માન્ય રહ્યા હતા. જે પૈકી ચકાસણીના બીજા દિવસ ધાનેરા-3, પાલનપુર- 2 અને થરાદમાં 3 ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા હતા. અને વાવ, દાંતા, વડગામ, દિયોદર અને કાંકરેજમાંથી એકપણ ફોર્મ પાછુ ખેચાયુ હતું. જેથી કુલ 98 ફોર્મના ઉમદેવાર મેદાનમાં છે. ત્યારે આગામી દિવસે હજુ વધુ ફોર્મ પરત ખેંચાય તેવી સંભાવના છે. 30 નવેમ્બર સુધીમાં ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે ત્યારબાદ ચૂંટણી ચિત્રસ્પષ્ટ થશે.

ડીસા વિધાનસભા બેઠક માટે ગત મંગળવારે ઉમેદવારી ફોર્મ ચકાસણીના દિવસે ભાજપ કોંગ્રેસના ડમી સહિત કુલ પાંચ ફોર્મ રદ થયા હતા.બે પાછા ખેંચાયા હતા.

ડીસા વિધાનસભા બેઠકો માટે કુલ 19 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ મેન્ડેટ સાથે ડમી ફોર્મ ભર્યા હતા. ત્યારે મંગળવારે ફોર્મ ચકાસણીના દરમ્યાન બે ડમી ફોર્મ સહિત જરૂરી ડોકયુમેન્ટ તથા ટેકેદારોની સહી વગરના ત્રણ ફોર્મ મળી કુલ પાંચ ફોર્મ રદ થયા હતા. ત્યારે ડીસા બેઠકમાંથી ઠાકોર સમાજના અગ્રણી શંભુજી ઠાકોરે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે તેમના ફોર્મમાં નમૂના 26ની એફિડેવિટમાં વિગત અધુરી હોવાથી તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...