તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • વડગામ,કાંકરેજ ડીસા અને થરાદમાં કોંગ્રેસ દ્વારા અસંતોષ ડામવા AICCના ઓબ્ઝર્વર બી કે હરિપ્રસાદ પક્ષન

વડગામ,કાંકરેજ ડીસા અને થરાદમાં કોંગ્રેસ દ્વારા અસંતોષ ડામવા AICCના ઓબ્ઝર્વર બી કે હરિપ્રસાદ પક્ષના બાગી ઉમેદવારોને મળ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટિકિટ મળતા કોંગ્રેસ પાર્ટીથી નારાજ થઈને અપક્ષમાં ઉમેદવારી ફોર્મ ભરનારા પક્ષના બાગી નેતાઓને મનાવવા દિલ્હીના નેતા પાલનપુર દોડી આવ્યા હતા. તેમણે જુદીજુદી વિધાનસભાના ઉમેદવારોને સમજાવી ફોર્મ પરત ખેંચી લેવા મનાવ્યાં હતા.

વડગામમાં કોંગ્રેસ હાઈકમાંડે એક પણ ઉમેદવારને મેન્ડેડ ના આપતા અહીં ફોર્મ ચકાસણીના અંતિમ દિવસે અશ્વિન દોલતભાઈ પરમાર, મુકેશ ચૌહાણ, બાલકૃષ્ણ જીરાલાના અપક્ષ ફોર્મ માન્ય રહ્યા હતા. જોકે અહીં જીગ્નેશ મેવાણીને કોંગ્રેસે સમર્થન આપતા સ્થાનિક કોંગ્રેસી આગેવાનોએ પોતાના ફોર્મ ખેંચવા હજુ મન બનાવ્યું નથી જેમને મનાવીને ફોર્મ પરત ખેંચી લેવા માટેના પ્રયાસો હાથ ધરાયા હતા. બીકે હરિપ્રસાદે અપક્ષ ઉમેદવારો સાથે વાત કરી તેમને મનાવ્યાં હોવાનું જાણવા મળ્યું છે ઉપરાંત કાંકરેજ બેઠક પર લેબુજી ઠાકોર, થરાદ બેઠક પર માવજી પટેલ, ડીસા બેઠક પર બહાદુરસિંહ વાઘેલા ને મનાવવાના પ્રયાસો જારી છે તેમ કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું. તો બીજી બાજુ ભાજપમાં ડીસા, દિયોદર અને ધાનેરામાં પણ અસંતોષ વ્યાપ્યો છે.

કેન્દ્રીય ઓર્બ્ઝવ બી.કે.હરીપ્રસાદે જિલ્લા કોંગ્રેસ કાર્યલાય ખાતે બેઠક યોજી હતી.

અન્ય સમાચારો પણ છે...