તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ર્કિતીસ્તંભ, ગુરુનાનક ચોક,સીટીલાઈટ,અમીર રોડ ચાર રસ્તા સહિત વિસ્તારોમાં લાઈટો ડૂલ થઈ ગઈ

ર્કિતીસ્તંભ, ગુરુનાનક ચોક,સીટીલાઈટ,અમીર રોડ ચાર રસ્તા સહિત વિસ્તારોમાં લાઈટો ડૂલ થઈ ગઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરશહેરના ગુરુનાનક વિસ્તાર નજીક આવેલા મુખ્ય માર્ગ પર ટ્રકની ટકકરથી ત્રણ વીજપોલ ધરાશાયી થયા હતા જેના પગલે શહેરના મુખ્ય વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો. ર્કિતીસ્તંભ વિસ્તાર, ગુરુનાનક ચોક વિસ્તાર,સીટીલાઈટ વિસ્તાર,અમીર રોડ ચાર રસ્તા સહિત સાત વિસ્તારમાં અંધારપટ છવાયો હતો.

પાલનપુરમાં રાત્રિના સુમારે કોઈ વાહન ચાલકની ટકકરથી ત્રણેક વીજપોલ જમીન દોસ્ત થયા હતા. જેથી ગુરુનાનક ચોકથી અમીરરોડ વિસ્તાર પર અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો. પોલીસે વાહન વ્યવહાર સંપૂર્ણ પણે બંધ કરાવી બંને માર્ગ પર ડાયવર્ઝન આપી દીધું હતું. ઘટનાના પગલે શહેરમાં થોડીક ક્ષણો માટે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી જોકે જે વાહન ચાલકે સ્થિતિનું નિર્માણ કર્યું હતું તેની સામે વીજ વિભાગે કાયદેસર કાર્યવાહી માટેની તજવીજ હાથ ધરી હતી.

ત્રણ જુદા જુદા 3 વીજપોલ ને ભારે નુકસાન થયું હતું. મામલે પોલીસ ઘટના સ્થળે પહુચી હતી.ઘટનાથી વેપારીઓમાં થોડા સમય માટે ભય ફેલાયો હતો.

નવ ડીપી બંધ રહશે

ટ્રકચાલકે ત્રણ પોલ એલ ટી લાઈન અને 66 કેવી ની લાઈનનો પોલ તૂટ્યો છે. કુલ નવ ડીપી બંધ રહેશે જેથી સવાર સુધીમાં રીપેર કરાશે. હાલ નુકશાની નો અંદાજ લગાવી શકાય તેમ નથી. ટ્રક ચાલક ની વિરુદ્ધ ગુનો નોંધાશે.> દિગ્વિજયસિંહ વાઘેલા વીજઅધિકારી પાલનપુર

અન્ય સમાચારો પણ છે...