• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • આબુ શાંતિવન ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વશાંતિ મહાસંમેલનનો પ્રારંભ

આબુ શાંતિવન ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વશાંતિ મહાસંમેલનનો પ્રારંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આબુરોડ ખાતે બ્રહ્માકુમારીના મુખ્યાલય ખાતે ત્રિદિવસીય વિશ્વશાંતિ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 100 દેશોના 15000 મહાનુભાવો હાજર રહી અધ્યાત્મિક અનુભૂતિનો અહેસાસ કરી રહ્યા છે. શનિવારે સાંજે ફિલ્મ અભિનેત્રી ગ્રેસીસિંહે અધ્યાત્મ ગીતો-નૃત્યો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ શાંતિવનના વિશાળ ડાયમંડ હોલ ખાતે રજૂ કર્યો હતો.

વૈશ્વિક શાંતિ-સદભાવ માટે ભારતીય અધ્યાત્મિકતા અને રાજયોગ મેડીટેશન ઇશ્વરીય દેણ છે. જે વૈશ્વિક માનવને દૈવી સંસ્કૃતિના આચરણ દ્વારા સર્વધર્મ સમભાવ અને એક પરમાત્માને સ્વીકૃતિ આપે છે. આ શબ્દ કોસમોન્યુટ ઓફ રશીયા ફેડરેશનના અધ્યક્ષ એવડીવે બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજીત મહોત્સવના ઉદ્દઘાટન સમારંભમાં ઉચ્ચાર્યા હતા.રાજ્યમંદિરના અધ્યક્ષ મહામંડલેશ્વર રાધેસ્વામીએ જણાવ્યું હતું કે, ‘બ્રહ્માકુમારીઝનું શાંતિવનએ વિશ્વ સદભાવ વૈચારિક મહાકુંભ છે. જ્યાં સર્વ માનવમાત્ર ઇશ્વરીય શક્તિ-ગુણો અને શાંતિની ગહનતામાં નહાય છે. સ્વામીજીએ બ્રહ્માકુમારીઝ વિદ્યાલયને વૈશ્વિક સમસ્યાના સમાધાનનું કેન્દ્ર બતાવી તેનો લાભ લેવા વિશ્વને અનુરોધ કર્યો હતો.

પ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી ગ્રેસીસિંહે અધ્યાત્મ ગીતો-નૃત્યો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...