• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • મહેસાણાના મંડાલીની સીમમાંથી 5.83 લાખનો વિદેશી દારૂ પકડાયો

મહેસાણાના મંડાલીની સીમમાંથી 5.83 લાખનો વિદેશી દારૂ પકડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર આરઆર સેલે શનિવારે વહેલી સવારે મહેસાણાના મંડાલી ગામની સીમમાં ખેતરની ઓરડીમાં છુપાવેલ રૂ 5.83 લાખનો દારૂ ઝડપ્યો હતો. જ્યારે બંને બુટલેગર નાસી ગયા હતા. આર આર સેલે આ કેસની તપાસ પોતાની પાસે રાખી સ્થાનિક પોલીસને બતાવવાનો ઇન્કાર કર્યો હતો.

મંડાલી ગામના હૈદર અૈયુબખાન પઠાણે ગામની સીમમાં આવેલા પોતાના ખેતરમાં વિદેશીદારૂનો જથ્થો ઉતારી છુટકમાં વેચાણ કરતો હોવાની બાતમીના આધારે ગાંધીનગર આરઆર સેલના પીએસઆઇ ભાવેશ રબારી, પોકો.રહેમતુલ્લા સહિત સ્ટાફના માણસોએ શનિવારે વહેલી પરોઢીયે એકાએક રેડ કરી હતી. ગામની સીમમાં ખેતરની ઓરડી તરફ જતી પોલીસને જોઇ હૈદર અૈયુબખાન પઠાણ અને ઇમરાન રહીમખાન પઠાણ ભાગી ગયા હતા. પોલીસે ઓરડીમાં તપાસ કરતા વિવિધ બ્રાન્ડની વિદેશીદારૂની રૂ 5.83 લાખની 1944 બોટલો મળી કુલ 162 પેટીઓ મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...