પાલનપુરના વાલ્મીકીપુરામાં પાણીનો થતો બેફામ બગાડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરનાપાયોનીયર ડેરી જવાના માર્ગ પર આવેલા વાલ્મીકીપુરામાં ઝુપડપટ્ટી આવેલી છે. જ્યાં પાલિકા દ્વારા દબાણમાં રહેતા લોકોને નળકનેકશન આપ્યા છે. જ્યાં દરરોજનું હજારો લીટર પાણી વેડફાય છે.પાલનપુરમાં પાયોનીયર ડેરી, ઇંગ્લીશ મિડીયમ શાળા જવાના માર્ગ પર વાલ્મીકી પુરાની ઝુંપડપટ્ટી વિસ્તાર આવેલો છે. જેમાં પાલિકા દ્વારા દબાણ વિસ્તારમાં આવેલી ઝુપડપટ્ટીના રહીશોને પીવાના પાણી માટે નળ કનેકશન આપવામાં આવ્યા છે. પરંતુ કનેકશનમાં રહીશોએ નળ લગાવ્યા નથી. જેથી તેમને જરૂરીયાત હોય તેટલુ પાણી ભરી અને નળ હોવાથી બાકીનું દરરોજનું હજારો લીટર પાણી રસ્તા પર વેડફાય છે. જેની ઝુપડપટ્ટીની આજુ-બાજુ આ‌વેલી સોસાયટીના રહીશોએ પાલિકા દ્વારા તાત્કાલિક રીતે પાણી વેડફાય તે માટે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...