• Gujarati News
  • પાલનપુરમાં રેલવે અને એસટી રીઝર્વેશન માટે ભારે ધસારો

પાલનપુરમાં રેલવે અને એસટી રીઝર્વેશન માટે ભારે ધસારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરમાંદિવાળીના તહેવારને લઇ રેલવે સ્ટેશન તેમજ એસટી બસસ્ટેન્ડમાં રીઝર્વેશન માટે મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જોકે, દૂરના અંતરે જવા માટે રેલવેનું બુકીંગ વધારે હોવાનુ રેલવે સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું.

લોકો દિવાળીનો તહેવાર મનાવવા પોતાના વતનની વાટ પકડતા હોય છે. તો કેટલાક લોકો દિવાળીની રજાઅોમાં ફરવા માટે પ્રવાસે નિકળતા હોય સમયે રેલવે તેમજ વાહન વ્યવહારમાં મુસાફરોનો વધારો જોવા મળતો હોય છે. પાલનપુરમાં દિવાળીના તહેવારને પગલે રેલવે તથા એસટી બસમાં રીઝવેશન માટે મુસાફરોની જાણે દોટ લાગી હોય તેવુ ંજણાઇ રહ્યું છે.

શહેરના રેલવેે સ્ટેશન ઉપર રીઝર્વેશન માટે મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. અંગે રેલવેસ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, દિવાળીને લઇ લાંબા અંતરની ટ્રેનોમાં અત્યારથીજ બુકીંગ થઇ ગયું છે.

જેમાં ખાસ કરીને દિલ્હી, ઉત્તરપ્રદેશ અને બિહાર તરફ વતની�\\\" તેમના વતનમાં જઇ રહ્યા હોવાથી તેમની સંખ્યા વધુ છે. બીજી તરફ મુબંઇ તથા સુરતથી પાલનપુર તરફ આવતી ટ્રેનો મુસાફરોથી ભરચક આવી રહી છે.

ત્યારે એસટીની વાત કરીએ તો પાલનપુર એસટી બસ સ્ટેન્ડની રીઝર્વેશન બારી આગળ ઉપર પણ મુસાફરોની કતારો લાગી હોય છે. તેમાં મુસાફરોને પાલનપુરથી દાહોદ, ગોધરા અ્ને છોટા ઉદેપુર તરફ જતા મુસાફરોની સંખ્યા વધુ છે. ઉપરાંત અમદાવાદ-પાલનપુર વચ્ચે મુસાફરોના વહન માટે અનુકૂળતા મુજબ વધારાની બસોની પણ વ્યવસ્થા કરાઇ હોવાનું એસટી ટ્રાિફક કંટ્રોલર ડી.આર.આગલોડીયાએ જણાવ્યું હતું.