• Gujarati News
  • માર્ગ અકસ્માતમાં પાંચ ઘવાયા

માર્ગ અકસ્માતમાં પાંચ ઘવાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢતાલુકાના કાળીમાટી ગામના પાટીયા પાસે સોમવારે ટ્રેઇલરની પાછળ કાર અથડાતા પાંચ વ્યક્તિઓને ઇજા થવા પામી હતી. જેમને સારવાર અર્થે પાલનપુર ખસેડાયા હતા.

બનાવની વિગત મુજબ અમીરગઢ તાલુકાના કાળીમાટી ગામ પાસે પાલનપુર તરફથી આવતા ટ્રેઇલર નંબર એચઆર.47.કે.-6771ની પાછળ આવતી કાર નં. જીજે.02. બીએચ.-6932 ના ચાલકે ધડાકાભેર ટક્કર મારી હતી. અકસ્માતમાં કારમાં બેેઠેલા પાંચ વ્યક્તિઓને ગંભીર ઇજા થતા સારવાર અર્થે પાલનપુર લઇ જવાયા હતા.

જેમાં જૈનિક હિતેશભાઇ સુખડીયા (ઉ.વ.22) રહે.ઉનાવા તા. ઊંઝા, સુલતાન શાહબુદ્દીન સૈયદ(ઉ.વ.21) રહે.ઉનાવા, 3. ફાલ્ગુની પટેલ (ઉ.વ. 20) રહે. ઉનાવા, 4. અરબાજ શાકીરભાઇ શેખ(ઉ.વ.21) રહે. ઉનાવા. તા.ઊંઝાને ઈજાઓ પહોેંચી હતી.