તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • કાંકણોમાંથી ઝડપાયેલા બોગસ તબીબ વિરુદ્ધ ગુનો નોંધાયો

કાંકણોમાંથી ઝડપાયેલા બોગસ તબીબ વિરુદ્ધ ગુનો નોંધાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરનાકાંકણોલમાં રવિવારે ડિગ્રી વગર ગેરકાયદે તબીબી પ્રેક્ટીશ કરતા રમેશભાઇ મંછાભાઇ પ્રજાપતિને ગ્રામજનોએ પકડીને પોલીસને હવાલે કરતાં ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મેડીકલ પ્રેકટીશનર એકટ અંતર્ગત ગુનો નોંધાયો હતો.

અંગે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, રવિવારે સવારે સાડા દસેક વાગ્યાના સુમારે પાલનપુરના વતની રમેશભાઇ મંછાભાઇ પ્રજાપતિ કાંકણોલ ગામમાં મેડીકલ ડિગ્રી હોવા છતાં એલોપથી સારવાર કરી રહ્યો હોવાથી ગ્રામજનોએ ઝડપી પાડીને પોલીસને હવાલે કર્યો હતો.

હરેશભાઇ અમીચંદભાઇ પ્રજાપતિની ફરિયાદને આધારે ડીવીઝન પોલીસે ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ-1963 ની કલમ 30(1)(2) મુજબ લોકોના જીવન સાથે આરોગ્યને લગતા ગંભીર ચેડા કરવા અંતર્ગત ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...