તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • આબુરોડ રેલવે સ્ટેશને બિનહિસાબી રૂ.6.46 લાખ સાથે શખસ ઝડપાયો

આબુરોડ રેલવે સ્ટેશને બિનહિસાબી રૂ.6.46 લાખ સાથે શખસ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિનહિસાબી નાણાં મુદ્દે પોલીસે આઇટીને જાણ કરી

બનાસકાંઠાજિલ્લાને અડીને આવેલા આબુરોડ રેલવે સ્ટેશને સોમવારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જ્યાં હરિદ્વાર-અમદાવાદ ટ્રેનમાંથી બિનહિસાબી રૂ. 6.46 લાખ સાથે એક શખસને ઝડપી લીધો હતો. અંગે આઇટીને તપાસ સોંપાઈ છે.

સપ્તાહ અગાઉ આબુરોડ ખાતે પાંચ શખસો રૂ. 1 કરોડની જૂની નોટો સાથે ઝડપાયા હતા. જે બાદ સોમવારે આબુરોડ રેલવે સ્ટેશને ટ્રેનમાંથી એક શખસ રૂ.6.46 લાખ સાથે ઝડપાઇ જતાં ચકચાર મચી ગઇ છે. ત્યારે આબુરોડ રેલવે સ્ટેશને સોમવારે ઉભેલી હરિદ્વાર-અમદાવાદ ટ્રેનમાં રેલવે પોલીસ દ્વારા ચેકીંગ કરાઇ રહ્યું હતું.તે દરમિયાન કોચ એસ-5 માં બેઠેલા રાજસ્થાનના મંડારના જાવલ (મગરીવાડા)ના માલારામ મોટારામ કલવી(ઉ.વ.44) પાસે રહેલી બેગની તલાસી લેતાં બિનહિસાબી રૂ. બે હજારની નવી નોટ, પાંચસો અને સો ની કુલ રૂ. 6,46,500ની રકમ મળી આ‌વી હતી. અંગે માલારામની પુછતાછ કરતાં નાણા પાલનપુર ખાતે લઇ જઇ રહ્યા હોવાનુ જણાવ્યુ હતું. બિનહિસાબી નાણા અંગે પોલીસે આબુરોડ પોલીસ મથકે ગુનો નોંધી આઇટીને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...