તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • જિલ્લાની 633 પંચાયતોની ચૂંટણીના પડઘમ શરૂ, આચારસંહિતા લાગુ

જિલ્લાની 633 પંચાયતોની ચૂંટણીના પડઘમ શરૂ, આચારસંહિતા લાગુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણીપંચદ્વારા રાજ્યની ગ્રામપંચાયતોની ચૂંટણીની તારીખો સોમવારે પ્રસિધ્ધ કરાઈ હતી. જેમાં બનાસકાંઠામાં પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ, વાવ, દાંતીવાડા, દાંતા, વડગામ, લાખણી, કાંકરેજ, દિયોદર, ભાભર, અમીરગઢ,સૂઇગામ તાલુકાની કુલ 633 પંચાયતોની ચૂંટણી યોજાનારી છે. જેના પડઘમ શરૂ થઇ ગયા છે. આચારસંહિતા લાગુ પડતાની સાથે પ્રગતિ સેતુ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

ગ્રામપંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ

>ચૂંટણી જાહેરાતની તારીખ :- 28-11-2016

> ચૂંટણીની નોટિસો, જાહેરનામા પ્રસિધ્ધ કરવાની તા. :- 05-12-2016

>ઉમેદવારીપત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ :- 10-12-2016

>ઉમેદવારીપત્રો ચકાસણી તારીખ :- 12-12-2016

>ઉમેદવારી પરત ખેંચવાની તારીખ :- 14-12-2016

>મતદાનની તારીખ તથા સમય :- 27-12-2016 (સવારના 8-00 થી સાંજના 5-00 વાગ્યા સુધી)

>પુન: મતદાનની તારીખ :- (જરૂર જણાય તો)28-12-2016

>મતગણતરીની તારીખ :- 29-12-2016

અન્ય સમાચારો પણ છે...