તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • આરોપીએ રજુ કરેલી આગોતરા જામીન અરજી કોર્ટે ના મંજૂર કરી

આરોપીએ રજુ કરેલી આગોતરા જામીન અરજી કોર્ટે ના મંજૂર કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેવર્ષ અગાઉ જુલાઇ 2015માં આવેલા માટે પૂરમાં વ્યાપક નુકશાન થયું હતું. જેમાં સરકાર દ્વારા સહાય માટેના ફોર્મ દીઠ મકાનમાં વેરા ભરવાનું કહી તલાટીએ 415 અરજદારો પાસેથી 1500 રૂપિયા પેટે 6.22 લાખ ઉઘરાવી લેતા મામલે પાલનપુર એસીબીમાં 10 નવેમ્બર ફરિયાદ થઇ હતી. જેમાં આરોપીએ રજુ કરેલી આગોતરા જામીન અરજી કોર્ટે ના મંજૂર કરી દીધી છે.

સુરેશ પ્રેમચંદભાઇ મિસ્ત્રી તત્કાલિન તલાટી કમ મંત્રી વાવ બેણપ, તા.સુઇગામ વર્ગ 3 રહે.આનંદનગર જામપુરા રોડ પાલનપુર વિરૂદ્ધ 10 નવેમ્બરના રોજ પાલનપુર એસીબીમાં ફરિયાદ દાખલ થઇ હતી. જેમાં જણાવ્યા મુજબ 415 અરજદારોને વિશ્વાસમાં લઇ તેમની પાસેથી તેમના મકાનની આકારણી અને વેરો ભરવા માટે 1500 રૂપિયા રોકડા લઇ કોઇ પાવતી આપી હતી કે સરકારમાં જમા કરાવી હતી. જે 6,22,500 આકારણી અને વેરાના બહાને ઉઘરાણી લીધેલા રૂપિયા પોતાના અંગત ઉપયોગમાં લઇ પોતાના રાજ્ય સેવકના હોદ્દાનો દુર ઉપયોગ કર્યો હતો. જેને લઇ પાલનપુર એસીબીમાં આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ થયો હતો.

કોર્ટે આરોપીના આગોતરા જામીન નામંજૂર કર્યા

તત્કાલિનતલાટી સુરેશ મિસ્ત્રીએ દિયોદરના ચોથા એડીશનલ સેસન્સ જજ બી.એલ.ચૌધરીની કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. જે અરજી કોર્ટે નામંજુર કરી હતી. જેથી આરોપીની ધરપકડનો રસ્તો ખુલ્યો છે.

અન્ય સમાચારો પણ છે...