ઉકરડા પ્રા.શાળામાં વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |પાલનપુર તાલુકાની ઉકરડા પ્રા.શાળામાં અભ્યાસ કરતા ધો.1થી8 ના 194 બાળકોને યોગી મુકુનપુરી મહારાજની ધુણી (ઉકરડા) ખાતે સંતશ્રી ચીનુભારથી મહારાજ તેમજ ગિરીશભારથી મહારાજના સાનિધ્યમાં માઉન્ટ આબુ નિવાસી દાતા મહેશકુમાર અગ્રવાલ દ્વારા શાળાના બાળકોને તિથી ભોજન તેમજ શિયાળામાં બાળકોને ઠંડીથી રક્ષણ મળે તે માટે સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યા હતા. જે પ્રસંગે ઉકરડા પ્રા. શાળાના આચાર્ય તેમજ શિક્ષક સ્ટાફ હાજર રહી બાપજી તેમજ દાતાનું ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...