340 એસ.ટી. બસોનો મતદાન કામગીરીમાં ઉપયોગ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મતદાન કામગીરીમાં 8424 પુરૂષો - 2808 મહિલાઓ ફરજ બજાવશે

બનાસકાંઠાજિલ્લાની નવ વિધાનસભા ચૂંટણીમાં સ્ટાફની ફાળવણી ચૂંટણીપંચની માર્ગદર્શીકા પ્રમાણે કોમ્પ્યુટર સોફટવેર સિસ્ટમથી રેન્ડમાઇઝેશન દ્વારા કરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લાના કુલ 2553 મતદાન મથકો ઉપર દરેક મતદાન મથક ઉપર 1મહિલા અને પુરૂષ પ્રમાણે કુલ 4 પોલીંગ સ્ટાફ ફરજ બજાવશે. તે અનુસાર જિલ્લાના 2553 મતદાન કેન્દ્રો પર જરૂરિયાતના 110 ટકા પ્રમાણે 8,424 પુરૂષો અને 2,808 મહિલાઓ મળી કુલ 11,232 પોલીંગ સ્ટાફ મુકાશે. મતદાન કામગીરી સંદર્ભે પુરતી સંખ્યામાં પેરામિલીટરી ફોર્સ, પોલીસ અને સુરક્ષા જવાનો તૈનાત કરાશે. ઉપરાંત 418 માઇક્રો ઓબ્ઝર્વર્સ પરીસ્‍થિતી ઉપર ઝીણવટભર્યુ નિરીક્ષણ કરશે. મતદાન કામગીરી માટે જિલ્લામાં 340 જેટલી એસ.ટી. બસોનો ઉપયોગ કરાશે. તા. 12 થી 14 ડિસેમ્બર દરમિયાન મતદાન કામગીરીમાં રોકાયેલ સ્ટાફને એસ.ટી. બસો દ્વારા પરિવહન સુવિધા અપાશે.

અન્ય સમાચારો પણ છે...