આઠ ગામોમાં અંધારપટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠાજિલ્લામાં અનારાધાર વરસાદ વરસાદના પગલે ધાનેરા તાલુકામાં કેટલાક વીજથાંભલાઓ પડી જતાં રાત્રિથી આઠ જેટલા ગામોમાં વીજપુરવઠો ડૂલ થઇ ગયો હતો. જ્યારે ડીસા શહેરમાં પણ કેટલાક વિસ્તારોમાં રાત્રિથી વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો.

જિલ્લાના 14 તાલુકાઓમાં ત્રણ દિવસ સતત વરસી રહેલા વરસાદના પગલે વીજપુરવઠોને પણ અસર થવા પમી હતી. જેમાં ધાનેરા તાલુકામાં કેટલાક વીજ થાંભલાઓ ધરાશાયી થઇ જતાં આઠ જેટલા ગામમાં રવિવારે રાત્રિથી વીજળી પુરવઠો ડૂલ થઇ ગયો હતો. જે સોમવારે સાંજે સુધી પૂર્વવત થયો હતો. જોકે ટીમો મોકલીને થાંભલા ઉભા કરવાની કામગીરી શરૂ કરાઇ છે. પરંતુ સતત વરસાદથી થાંભલા માટે ખોદવામાં આવતા ખાડામાં પાણી ભરાતા મુશ્કેલી સર્જાઇ રહી છે. બીજી તરફ પાલનપુર શહેરમાં વરસાદના પરિણામે 200 જેટલા વીજ ફોલ્ટની ફરીયાદો નોંધાઇ હતી. જે તમામ રીપેર કરાઇ હતી. ડીસામાં પણ કેટલાક વિસ્તારોમાં રાત્રિના એક વાગ્યાથી વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો. જે સાંજે વાગ્યા સુધી પણ પૂર્વવત થયો હતો. જેના માટે ફોલ્ટ શોધીને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું વીજ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.