• Gujarati News
  • સાચું સુખ ક્યાં છે તેનો માનવીને ખ્યાલ નથી : વિજયગણી મ.સા

સાચું સુખ ક્યાં છે તેનો માનવીને ખ્યાલ નથી : વિજયગણી મ.સા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરનાગોબરી રોડ ખાતે આવેલા શામળા મહાવીર દેરાસર ખાતે જૈન મુનિ. પં. દિવ્યકીર્તિ વિજય ગણિ મહારાજ સાહેબ ચાતુર્માસ સ્થિરતા કરી રહ્યા છે. જેમના દિવ્ય પ્રવચનમાં સોમવારે સાચુ સુખ ક્યાં છે તે વિષય ઉપર વિસ્તારતાથી સમજાવ્યું હતું.

પાલનપુર ગોબરી રોડ સ્થિત શામળા મહાવીર દેરાસર ખાતે ચાતુર્માસ નિમિત્તે પધારેલા પં. દિવ્યકીર્તિ વિજય ગણિ મહારાજ સાહેબે સોમવારે સવારે પ્રવચનમાં જણાવ્યું હતું કે, ‘સંસારમાં સઘળા જીવો સુખ માટે પ્રયત્ન કરે છે પરંતુ વાસ્તવમાં સાચુ સુખ ક્યાં છે તે તેઓને ખ્યાલ નથી. તેઓ સંસારમાં જે સુખને શોધે છે તે સુખ વાસ્તવમાં એટલે કે સંસારની કોઇ ચીજવસ્તુની પ્રાપ્તિમાં કે તેના ભોગવટામાં સુખ નથી.

દરેક જીવને સુખ સદાકાળ ભોગવી શકાય તેવું અને દુ:ખના લેશ વિનાનું જોઇએ છે. વગર પ્રયત્ને કે ઓછામાં ઓછા પ્રયત્ને માણી શકાય તેવું સુખ જોઇએ છે.તેમજ સૌથી ઊંચી કોટિનું સુખ જોઇએ છે. બોલો આવું સુખ અત્યાર સુધી સંસારમાં કોઇને મળ્યું છે અને ભવિષ્યમાં મળવાની સંભાવના લાગે છે જો ના તો સુખ માટેની શોધ સંસારમાં પડતી મૂકો’ પ્રસંગે મોટી સંખ્યામાં જૈન ભાઇ-બહેનોએ મ.સા. ના પ્રવચનનો લાભ લીધો હતો.