• Gujarati News
  • પાલનપુરમાંથી મહિલાના ગળામાંથી સોનાના હારની તફડંચી

પાલનપુરમાંથી મહિલાના ગળામાંથી સોનાના હારની તફડંચી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરમાંરૂપપુરા પાટીયા નજીકથી પસાર થતી એક મહિલાના ગળામાંથી કોઇ અજાણ્યા બાઇક સવાર શખ્સો બે તોલાના સોનાના હારની તફડંચી કરી જતાં ચકચાર મચી ગઇ છે.

પાલનપુરના આબુ -હાઇવે પરના મેહુલપાર્કમાં રહેતા લક્ષ્મીબેન રમણલાલ પરમાર ગત 6 ફેબ્રુઆરીના રોજ સાંજે 4 વાગે રૂપપુરા શાળા પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે બાઇક ઉપર આવેલા બે અજાણ્યા શખ્સો લક્ષ્મીબેનના ગળામાં પહેરેલ આશરે બે તોલાના કિ.રૂ. 50 હજારના સોનાના હારની ચીલઝડપ કરી ફરાર થઇ ગયા હતા. અા અંગે રમણલાલ મોતીલાલ પરમારે શહેર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.