• Gujarati News
  • મોટાગામે સૂરજદેવી માતાના મંદિરમાંથી ~44 હજારના આભૂષણ ચોરાયાં

મોટાગામે સૂરજદેવી માતાના મંદિરમાંથી ~44 હજારના આભૂષણ ચોરાયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરતાલુકાના મોટા ગામે આવેલા સૂરજદેવી માતાજીના મંદિરે બુધવારે રાત્રે કોઇ તસ્કરો ત્રાટક્યા હતા. તેઓ મંદિરના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી રૂ. 44,500ની કિંમતના ચાંદીના આભૂષણો ચોરી કરી ફરાર થઇ જતાં ચકચાર મચી છે.

પાલનપુર તાલુકાના મોટા ગામે સૂરજદેવી માતાજીના મંદિરમાં છેલ્લા 20 વર્ષથી પૂજારી તરીકે નારણનાથ ગૌસ્વામી પૂજા-અર્ચના કરે છે. તેઓ બુધવારે સાંજે પૂજા-આરતી કર્યા બાદ મંદિર બંધ કરી ઘરે ગયા હતા. બાદમાં ગુરુવારે સવારે પૂજા અર્થે મંદિરમાં આવતાં દરવાજાના નકુચા તુટેલ જોઇ તેઓ ચોંકી ઉઠ્યા હતા. અને મંદિરની અંદર લાઇટ પણ ચાલુ હતી. આથી ચોરી થયાની શંકા જતાં તેઓએ અંગે ગ્રામજનોને જાણ કરતાં ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. બાદમાં ગઢ પોલીસને જાણ કરતાં પીએસઆઇ એ.પી.ચૌધરી તેમના સ્ટાફ સાથે દોડી આવી ડોગસ્કવોર્ડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી હતી. અંગે અનુસંધાનપાના નં- 8પર

વાવના ખીમાણાવાસના લખાપીરદાદાના મંદિરમાં ચોરીનો પ્રયાસથી ચકચાર

વાવ.વાવ-સુઇગામહાઇવેઆવેલા લખાપીરદાદાનું મંદિરમાં બુધવારે મધ્ય રાત્રિએ કોઇક શખ્સે મંદિરના દરવાજાનું તોળુ તોડી દાનપેટીનું તાળુ તોડવાની કોશિષ કરી હતી. પરંતુ તુટતાં ફેરો પડ્યો હતો. દરમિયાન પૂજારીએ બીજા દિવસે સવારે આરતી સમય મંદિરે જતાં દરવાજાનું તાળુ તુટેલ જોઇ ટ્રસ્ટીઓને જાણ કરતાં અગ્રણી રામજીભાઇ રાજપૂતે વાવ પોલીસ મથકે લેખિત જાણ કરી હતી.