• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરમાં બ્રહ્મક્ષત્રિય મંડળનો સમૂહ મહોત્સવ, હિંગળાજ માનો યજ્ઞ યોજાયો

પાલનપુરમાં બ્રહ્મક્ષત્રિય મંડળનો સમૂહ મહોત્સવ, હિંગળાજ માનો યજ્ઞ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરબ્રહ્મક્ષત્રિય પ્રગતિ મંડળ દ્વારા રવિવારે લક્ષ્મણ ટેકરી હોલમાં 12મો સમૂહ મહોત્સવ યોજાયો હતો. પ્રસંગે જ્ઞાતિના કુળદેવી હિંગળાજ માતાજીનો યજ્ઞ યોજાયો હતો. મહોત્સવમાં પાલનપુર, ડીસા, અમદાવાદ, મુંબઇ સહિત મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહી યજ્ઞના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

હિંગળાજ માતાજીના યજ્ઞના યજમાનપદે શૈલેષભાઇ હરગોવનદાસ ભેડા, કિર્તીલાલ મોહનલાલ માધુ, પિયુષકુમાર લલ્લુભાઇ વકીલ અને રાકેશકુમાર રતિલાલ માધુના પરિવારજનો હતા. શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન થયેલા યજ્ઞ બાદ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો. જેમાં દિલીપભાઇ માણેકલાલ સોરઠીયા, મુકુંદભાઇ બ્રહ્મક્ષત્રિયના પરિવારજનો સહિત જ્ઞાતિના અગ્રણીઓએ હાજરી આપી હતી. પ્રસંગે 75 વર્ષથી વધુ વયના જ્ઞાતિબંધુઓ તેમજ ધો.10માં પ્રથમ નંબરે આવેલા ઉત્સવ નિમેષકુમાર ભેડાનું સન્માન કરાયું હતુ. કાર્યક્રમમાં આયોજન મંડળના પ્રમુખ હસમુખભાઇ ભેડા, કીર્તિલાલ માધુ, શંકરલાલ ભેડા, શૈલેષભાઇ ભેડા અને પ્રદીપભાઇ માધુ સહિત સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

હિંગળાજ માતાજીનો યજ્ઞ યોજાયો હતો.

75 વર્ષથી વધુ વયના જ્ઞાતિબંધુઓનું સન્માન કરાયું

અન્ય સમાચારો પણ છે...