તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અન્ય યુવકને ગંભીર ઇજા થતાં અમદાવાદ ખસેડાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર- ડીસા હાઇવે ઉપર લડબીનાળા પાસે શનિવારે મોડીરાત્રે બુલેટ હાઇવેની રેલીંગ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના એક છાત્રનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતુ. જ્યારે એકને ગંભીર ઇજાઓ થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો.

પાલનપુર- ડીસા હાઇવે ઉપર શનિવારે મોડીરાત્રે સર્જાયેલા અકસ્માતની વિગતો એવી છે કે, દાંતીવાડા કૃષિયુનિવર્સિટી ખાતે અભ્યાસ કરતા બે છાત્રો બુલેટ લઇ પાલનપુર આવ્યા હતા. જ્યાંથી પરત જઇ રહ્યા હતા ત્યારે લડબીનાળા પાસે અગમ્યકારણોસર યુવકે કાબુ ગુમાવતાં બુલેટ હાઇવેની રેલીંગ સાથે ધડાકાભેર અથડાયું હતુ.

અકસ્માતમાં અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નવાગરાના વૈભવ શંકરભાઇ કટારા(ઉ.વ.24)ને ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતુ. જ્યારે પ્રાંતિજ તાલુકાના ભોગ્લુના ભૌમિક પંકજભાઇ પટેલ (ઉ.વ.25)ને ગંભીર ઇજાઓ થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સ્થિતિ નાજુક જણાતાં વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટનાને પગલે અરેરાટી પ્રસરી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...