• Gujarati News
  • ગાંધીનગરથી ઘરે આવવા નીકળેલો યુવક ગૂમ

ગાંધીનગરથી ઘરે આવવા નીકળેલો યુવક ગૂમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરરહેતો 23 વર્ષિય યુવક ગાંધીનગર ખાતેથી બે દિવસ પહેલાં પોતાના ઘરે આવવા નિકળ્યો હતો. જે ઘરે પહોંચતા પરિવારજનો ચિન્તાતુર બન્યા છે. યુવકના પિતાએ તેમનો પુત્ર ગૂમ થયો હોવાની ગાંધીનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પાલનપુરના કમાલપુરા મોચીચોક વિસ્તારમાં રહેતા ચેતનકુમાર શ્યામસુંદર આહુજાનો તેવીસ વર્ષિય પુત્ર મયુર ગાંધીનગરની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. અને દર શનિ-રવિ ઘરે આવતો હતો. જે ગત સોમવાર 6 એપ્રિલે પાલનપુર તેના ઘરેથી ગાંધીનગર જવા નીકળ્યો હતો. અને પહોંચી ગયાની ઘરે જાણ કરી હતી. પરંતુ કંપની રજા હોવાના સમાચાર મળતાં તે પરત પાલનપુર આવવા નિકળ્યો હતો. જેને સ્વસ્તિક સુંદરપાલના બાઇક ઉપર રાત્રે 8-30 ના સુમારે પથિક ડેપોમાં મૂકી ગયો હતો.

ત્યારબાદ ઘરે પહોંચ્યો નહતો. છેલ્લા ત્રણ દિવસથી મયુર આહુજા એકાએક ગૂમ થઇ જતાં પરિવારજનો ચિન્તામાં મુકાઇ ગયા છે.

અંગે મયુરના પિતા ચેતનકુમાર આહુજાએ ગાંધીનગર સેક્ટર-7 ના પોલીસમથકમાં પુત્ર ગૂમ થયો હોવાની ફરિયાદ નોંધાવી છે.

રેલવે સ્ટેશનના એટીએમમાંથી રૂ. 1000 ઉપાડ્યા

મયૂરના પિતા ચેતનકુમારે જણાવ્યું હતું કે, તા.6 એપ્રિલે ગૂમ થયાના રાત્રે નવ વાગ્યા પછી તેના મોબાઇલ ‘સ્વીચ ઓફ’ આવી રહ્યા છે. જ્યારે અમદાવાદ રેલવે સ્ટેશનના એટીએમમાંથી તેને રૂા. 1000 ઉપાડ્યા હોવાના સમાચાર મળ્યા છે. ત્યારબાદ તેનો કોઇ પત્તો લાગ્યો નથી.

પાલનપુરનો મયૂર આહુજા નામનો યુવક ગત સોમવારે ગાંધીનગરથી પાલનપુર આવવા નિકળ્યા બાદ ત્રણ દિવસ થવા છતાં ઘરે પરત પહોંચતાં પરિવારજનો ચિન્તામાં મૂકાયા છે. / ભાસ્કર