• Gujarati News
  • ભૃણ પ્રકરણમાં 46 સગર્ભા મહિલાઓની તપાસ કરાઇ

ભૃણ પ્રકરણમાં 46 સગર્ભા મહિલાઓની તપાસ કરાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરખાતે સુખબાગરોડ વિસ્તારમાંથી સપ્તાહ અગાઉ માનવભૃણ મળી આવ્યું હતું. જેમાં ભૃણ ફેંકનારી મહિલાને શોધવા માટે પોલીસ અને આરોગ્ય વિભાગ હવાતીયા મારી રહ્યું છે. દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા 46 સગર્ભા મહિલાઓની તપાસ કરાઇ હતી.જો કે તેમને કોઇ કડી મળી નથી.

અંગે પાલનપુર બ્લોક હેલ્થ ઓફિસર બી.ડી. બસવેચાએ જણાવ્યું હતું કે, ‘સુખબાગરોડ વિસ્તારમાં આરોગ્યની ટીમ દ્વારા કરાયેલા સરવેમાં 46 સગર્ભા મહિલાઓની તપાસ કરવામાં આવી હતી. જ્યારે પાંચ પ્રસુતા મહિલાઓ જણાઇ હતી. અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે.