પાલનપુરના બાલમંદિરમાં વેશભૂષા સ્પર્ધા યોજાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરબનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ સંચાલિત કે.એમ.ઇલાસરીયા બાલમંદિરમાં રવિવારે વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકોએ રામ,સીતા, હનુમાન, પરી, સૈનિક, સાધુ, સ્વામી વિવેકાનંદ, જેવા અનેક મહાન વિભૂતિઓના વેશપરિધાન કરીને હાજર તમામ અભિભાવકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પ્રસંગે શાળાના નિયામક નાગરભાઇ આચાર્ય, રમેશભાઇ, સુપરવાઇઝર સોનલબેન પંડ્યા તેમજ માર્ગદર્શકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...