તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • આરોપી નહીં પકડાય તો ન્યાય યાત્રા કઢીશું : અલ્પેશ ઠાકોર

આરોપી નહીં પકડાય તો ન્યાય યાત્રા કઢીશું : અલ્પેશ ઠાકોર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાભર પોલીસ કર્મી આપઘાત કેસ

ગુજરાતક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોરે રવિવારે ટોટાણા ખાતે સદારામબાપુના દર્શન કર્યા બાદ સભા યોજી હતી. જેમાં પોલીસ કર્મીના અપમૃત્યુ કેસના આરોપી નહીં પકડાય તો 22 તારીખે પાલનપુરથી ભાભર સુધી ન્યાયયાત્રા કાઢવાનું જણાવ્યું હતું.

ભાભર પોલીસકર્મી નાગજીજી ઠાકોરે લખેલી સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયેલી વ્યક્તિઓની ધરપકડ કરવા ઠાકોર સેના દ્વારા માંગ કરી ન્યાયયાત્રા કાઢવામાં આવનારી હતી. પરંતુ ભાદરવી મેળાને કારણે પોલીસને મહેતલ અપાઇ હતી. જે દરમિયાન રવિવારે ટોટાણા ખાતે સદારામબાપુના દર્શને આવેલા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોરે સભા યોજી હતી. જેમાં જણાવ્યું હતું કે, ‘આગામી 20 સપ્ટેમ્બર સુધી તમામ આરોપીઓ નહીં પકડાય તો 22 સપ્ટેમ્બરે પાલનપુરથી ભાભર સુધી ન્યાયયાત્રા કાઢવામાં આવશે.’

અન્ય સમાચારો પણ છે...