પાલનપુર સિલ્વર બેલ્સ શાળામાં વાર્ષિકોત્સવ કાર્યક્રમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : પાલનપુરમાં માનસરોવર રોડ સ્થિત સિલ્વર બેલ્સ શાળા ખાતે ઉડાન વાર્ષિકોત્સવ કાર્યક્રમની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં જુદીજુદી 14 કૃતિઓ ધો.1થી9 ના બાળકોએ રજૂ કરી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં જુદીજુદી સામાજીક સમસ્યાઓ અલગ-અલગ કૃતિઓ રજૂ કરીને વ્યકત કરવામાં આવી હતી. ઉપરાંત બાળકોએ અવનવા વસ્ત્રો પરિધાન કરી પોતાના કૌશલ્યના દર્શન કરાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળતાથી પારપાડવા વાલી મંડળે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં સંસ્થા કેમ્પસ નિયામક શિવરામભાઇ પ્રજાપતિ, પ્રિન્સીપાલ અલકાબેન શર્મા, વાલીમંડળ પ્રમુખ પરેશભાઇ ચેલાણી સહિત વાલીઓ હાજર રહ્યા હતા.