• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ડીસામાંથી 21 બાળ શ્રમિકોને મુક્ત કરાવી પરિવારને સોંપાયા

ડીસામાંથી 21 બાળ શ્રમિકોને મુક્ત કરાવી પરિવારને સોંપાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાબાળ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા ડીસા ખાતે વિવિધ વાણિજ્યીક એકમોમાં કામ કરતાં બાળ શ્રમિકોને મુક્ત કરાવવા અભિયાન હાથ ધરી 21 બાળ મજૂરોને ઝડપી 16ને બાંહેધરી પત્ર સાથે તેમના વાલીવારસોને સોંપી દેવાયા હતા. જ્યારે પાંચ બાળ પરપ્રાંતિય હોય તેમને બાળ સુરક્ષા ગૃહ પાલનપુર લઇ જવાયા હતા.

રાજ્ય સરકાર દ્વારા હાલમાં ચાલતા શાળા પ્રવેશોત્સવમાં વધુને વધુ બાળકો અભ્યાસ અર્થે જોડાય અને બાળકો બાળ મજૂરીમાંથી મુક્ત થઇ શિક્ષણ મેળવે તે હેતુથી જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની ટીમે કાર્યવાહી હાથ ધરી ડીસામાં 1098 ટીમ, 181 ની ટીમે હોટલો, દુકાનો, ફેક્ટરીઓમાં અનુસંધાનપાના-8



તપાસકરતાં કુલ 21 બાળકો બાળમજૂર તરીકે કામ કરતાં મળી આવ્યા હતા. જેમાંથી 16 જેટલા બાળ મજૂરોના વાલીવારસોનો સંપર્ક કરી તેમની પાસેથી ફરીથી પ્રકારનું કાર્ય નહીં કરાવે તેવા બાંહેધરી પત્ર લઇ વાલીવારસોને સોંપાયા હતા. જ્યારે પાંચ બાળકો પરપ્રાંતિય હોઇ તેમના ડોક્યુમેન્ટ મંગાવાયા છે. તેમજ તેમના વાલીવારસોને જાણ કરાઇ છે. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રમેશભાઇ ભુટકાના જણાવ્યા મુજબ ‘વાલીઓ પાસેથી ફરીથી બાળ મજૂરી નહીં કરાવીએ તેવા બાંહેધરી પત્ર લેવાયા છે. પાંચ બાળકો પરપ્રાંતિય હોઇ તેમને જિલ્લા બાળ સુરક્ષા ગૃહમાં રાખવામાં આવશે અને તેમના દસ્તાવેજી પુરાવા મેળવ્યા બાદ વાલીવારસોને સોંપાશે.’

અન્ય સમાચારો પણ છે...