વિદેશી દારૂ સાથે બે પકડાયા
પાલનપુર | પાલનપુર પશ્ચિમ પોલીસે રવિવારે આબુરોડ તરફથી બાઇક નંબર જીજે-8-એએચ-5491 લઇને બે શખસો આવી રહ્યા હતા. ત્યારે સ્ટાફે બાઇક ચાલકને અટકાવી તેની પાસે રાખેલા થેલાની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-8 કિંમત રૂ. 3200 તેમજ બાઇક કિંમત રૂ. 30 હજાર મળી કુલ રૂ. 32 હજારનો મુદ્દામાલ સાથે બાઇક ચાલક જીતુભાઇ નટુભાઇ રાજપુત (રહે. કચ્છી કોલોની,પાણીના બોર પાસે, ડીસા, મુળવતન, તા.જી. કરોલી) તથા પાછળ બેઠેલો વાધારામ ઓબારામજી રબારી (રહે. ઉપલા ભીલવાસ, માંડવાડ, તા. પીંડવાડા, જી.શિહોરી(રાજ.) ની અટક કરી હતી.