• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરમાં યુવતીનું અપહરણ થતા સાત શખસો સામે ફરિયાદ

પાલનપુરમાં યુવતીનું અપહરણ થતા સાત શખસો સામે ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરના એક પરિવારની યુવતિનું બેચરપુરાની એક સોસાયટીમાંથી ગુરુવારે અપહરણ કરી ગયાની ફરિયાદ પશ્ચિમ પોલીસ મથકે રવિવારે નોંધાઇ હતી. જેમાં સાત શખસો વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે.

પાલનપુર પોલીસના સુત્રોના જણાવ્યા અનુસાર યુવતી શહેરના જીમમાં કસરત કરવા જતી હતી અને કેટલાક શખસો પણ આ જીમના મેમ્બર બન્યા હતા. તેમજ તેની સાથે ઓળખાણ કરી અને આ યુવતીને સાત શખસો ગત ગુરુવારના દિવસે અપહરણ કરી જતાં યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી.

કોની-કોની સામે ફરિયાદ
1.કલ્પેશ લક્ષ્મણભાઇ જુડાલ(રહે.ખોડાલા તા.પાલનપુર)

2.કીરણ લક્ષ્મણભાઇ જુડાલ (રહે.ખોડલા, તા.પાલનપુર)

3.પ્રકાશભાઇ ભગવાનભાઇ આકોલીયા(રહે.ખોડલા તા.પાલનપુર)

4.કેશરભાઇ કાન્તીભાઇ જુડાલ(રહે.ખોડલા તા.પાલનપુર )

5.ચેતન ગણેશભાઇ વળાગાંઠ(ચૌધરી)(મુ.પો.ચડોતર તા.પાલનપુર)

6.કલ્પેશ લક્ષ્મણભાઇ ખરસાણ(ચૌધરી)(મુ.પો.ચડોતર તા.પાલનપુર)

7.હરિભાઇ ધનરાજભાઇ બેરા(રહે.તિરૂપતિ સોસાયટી ડીસા, હાઇવે રોડ પાલનપુર)

અન્ય સમાચારો પણ છે...