તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • બનાસડેરીની વિજીલન્સ ટીમે ઓડિટ દરમિયાન કૌભાંડ ઝડપ્યું

બનાસડેરીની વિજીલન્સ ટીમે ઓડિટ દરમિયાન કૌભાંડ ઝડપ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરતાલુકાના ચંડીસર ખાતે આવેલી ચંડીસર દુધ ઉત્પાદક સહકારી મંડળી સાતસો સભાસદો ધરાવે છે. જ્યાં બનાસડેરીની વિજીલન્સ ટીમે ઓડીટ દરમિયાન ઉચાપત સામે આવતાં મંડળીના વાઈસ ચેરમેનએ પશુઆહારમાં તથા મંત્રીએ અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરીને મંડળીમાં એકવીસ લાખ પાંત્રીસ હજાર સાતસો બોતેર ની ઉચાપત થઇ હોવા અંગેની મંડળીના મહિલા ચેરમેનએ બંને વિરુદ્ધ ગઢ પોલીસ મથકે ઉચાપતની ફરિયાદ નોંધાવી છે. વધુ તપાસ ગઢ પીએસઆઇ સંજય વરૂ ચલાવી રહ્યાં છે.

પાલનપુર તાલુકાની ચંડીસર દુધ મંડળીમાં બે માસ પહેલાં બનાસડેરીની વિજીલન્સ ટીમે ઓચિંતી તપાસ કરી હતી. જેમાં મંડળીના મંત્રી તેમજ વાઈસ ચેરમેનએ પશુઆહાર તેમજ અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરી મંડળીમાં જમા કરાવી પોતાના અંગત સ્વાર્થ માટે વાપરી નાંખ્યા અંગેનું તપાસમાં ખુલ્યું હતું.

જેમાં મંડળીના વાઇસ ચેરમેન નાગરભાઇ માધાભાઈ ગાંભવાએ પશુઆહાર વેચાણના રૂપિયા રૂ. 14,47,500 તથા મંત્રી રામજીભાઈ કાનજીભાઈ કાકવાડીયા બનાસડેરીએ વેચાણની અન્ય ચીજવસ્તુઓના 6,88,272 એમ કુલ રૂપિયા 14,47,500 મળી કુલ રૂપિયા 21,35,772 નું ગત મંડળીમાં જમા કરાવી પોતાના અંગત સ્વાર્થ માટે વાપરી વિશ્વાસઘાત કરતાં મંડળીના મહિલા ચેરમેનએ હસાબેન ઘેમરભાઇ કાકવાડીયાએ બંને વિરુદ્ધ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે.

ચંડીસર દુધ સહકારી મંડળીના વાઇસ ચેરમેન તથા મંત્રીએ 21.35 લાખની ઉચાપત કરી -દિનેશરાણા

અન્ય સમાચારો પણ છે...