તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાદરવો તપ્યો, 2 દિવસમાં હળવા વરસાદની આગાહી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર,ડીસા સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદના લાંબા વિરામ બાદ હવે ભાદરવો તપતાં કૃષિ હવામાન વિભાગ દ્વારા બે -ત્રણ દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ડીસામાં તાપમાન 38 ડિગ્રી પાર કરી જતાં ઉનાળાનો અહેસાસ થઇ રહ્યો છે.

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિ.ના કૃષિ હવામાન વિભાગને ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ દ્વારા થયેલા હવામાન પૂર્વાનુમાન મુજબ જિલ્લામાં આગામી પાંચ દિવસોમાં વાદળછાયુ વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. મહત્તમ તાપમાન 38થી 39 ડિગ્રી રહેશે. ખેડૂતોને શક્ય હોય તો ખરીફ પાકોમાં પિયત ટાળવા તેમજ પૂર્તિ ખાતર આપવા અને રોગ જીવાતના નિયંત્રણ માટે જરૂરી પગલાં લેવા ભલામણ કરાઇ છે. જો વરસાદ થાય તો નુકસાનની ભીતિ તેમજ રોગ-જીવાતનો ભય રહેતો હોય તજજ્ઞોની સલાહ છે.

અન્ય સમાચારો પણ છે...