બનાસકાંઠા જિલ્લામાં 154 નવા મહેસુલી તલાટી મુકાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
178 જગ્યા ખાલી હતી, હવે નિમણૂંક અપાશે

બનાસકાંઠાજિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાજેતરમાં 53 તલાટીઓની બદલીઓના આદેશ કરાયા હતા. જ્યારે કલેકટરના તાબા હેઠળના મહેસુલી તલાટીથી ખાલી જગ્યાઓ માટે કલેકટર કચેરીમાં કાર્યવાહી ચાલી રહી છે. જેમાં નવી નિમણૂક પામીને હાજર થનાર 154 તલાટીઓની ફાળવણી રાજ્ય સરકારે કરી છે. અને ટૂંકમાં તેમને સેજામાં પોસ્ટીંગ અપાશે. જોકે, મહેકમની સામે હજુ 23 તલાટીઓની ઘટ છે.

જિલ્લામાં કલેકટર હસ્તકના મહેસુલી તલાટીઓની કુલ 261 જગ્યા છે. જેમાં 84 સેજામાં તલાટીઓ ફરજ બજાવી રહ્યા છે. જ્યારે 177 સેજામાં ઘણા સમયથી તલાટીઓને ચાર્જ આપી કામગીરી કરાવાતી હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા નવી નિમણૂંક પામેલા 154 મહેસુલ તલાટીઓની ફાળવણી કરવામાં આવી છે.

જેઓને અલગ- અલગ તાલુકાઓના સેજાઓમાં મુકવાની કામગીરી હાથ ધરાઇ છે. નવી નિમણૂંક પામેલા તલાટીઓનો શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટની ચકાસણી કરાઇ રહી છે. ફીક્સ વેતનથી નિમણૂંક પામેલા મહેસુલી તલાટીઓને નિમણૂંક અપાતાં મોટાભાગના સેજાઓની જગ્યાઓ ભરાઇ જશે.

બોક્ષ:

મહેસુલી તલાટીએ મુખ્ય કઇ કામગીરી કરવાની હોય છે

- ગામમાંથી મહેસુલ ઉઘરાવી રાજ્ય સરકારની તિજોરીમાં જમા કરાવવાનું

- કોઇપણ પ્રકારની નોંધમાં 135-ડીની નોટિસની બજવણી કરવાની

- કોઇપણ સરકારી જમીનની માંગણીની દરખાસ્ત તૈયાર કરવાની જવાબદારી

અન્ય સમાચારો પણ છે...