તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાદરવી મેળો પૂર્ણ, 31.34 લાખ ભક્તોએ દર્શન કર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ પાસે રિક્ષાની ટક્કર વાગતાં પદયાત્રીનું મોત

મા અંબાનો ભંડારો છલકાયો

4.77 કરોડ રોકડ દાન મળ્યું

અંબાજીમાં છેલ્લા દિવસે 2.17 લાખ શ્રદ્ધાળુ ઊમટ્યા, મા અંબાને નવરાત્રિમાં પધારવા નિમંત્રણ પાઠવ્યું

અંબાજીભાદરવી મહાકુંભ શુક્રવારે એકાદ બે ઘટનાઓને બાદ કરતાં નિર્વિધ્ને સુખરૂપ સંપન્ન થયો છે. મેળાના અંતિમ દિવસે શુક્રવારે 2.17 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. 7 દિવસમાં કુલ 31.34 લાખ યાત્રિકોએ મા અંબાના દર્શન કરી નવલા નોરતામાં પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું. પૂનમે ચાચરચોક સહિત આખુ ધામ અંબામય બની ગૂંજી ઊઠ્યું હતું.

અંબાજીમાં શુક્રવારે પૂનમે નિત્ય પૂનમિયા દર્શનાર્થીઓ, પદયાત્રી સંઘોથી વહેલી સવારે હૈયે હૈયુ ચંપાય તેવી ભીડ જામી હતી. પોલીસ તેમજ એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા મુળો નિર્વિધ્ને પૂર્ણ થતાં મા અંબાને ધ્વજારોહણ કરાયું હતું. બપોર બાદ અંબાજીના માર્ગમાં ઉપર વિવિધ યાત્રિક વાહનોની ધમચાકડી જોવા મળી હતી. મેળા નિર્વિધ્ને સંપન્ન થતાં વહીવટી તંત્રએ પણ હાશકારાની લાગણી અનુભવી છે.

ખેડાના રહીશ માઇભક્ત નવનીતભાઇ શાહે શુક્રવારે 31 લાખ રૂપિયાની કિંમતનું એક કિલો ગ્રામ સોનુ મા અંબાના ચરણમાં ભેટ ધર્યું હતું.

ખેડાના ભક્તે એક કિલો સોનું ભેટ ધર્યું

અંબાજી મંદિર પરિસરમાં શુક્રવારે પૂનમ નિમિત્તે દૂરદૂરથી હાથમાં ધજાઓ લઇને આવેલા યાત્રિકો મા અંબાના રંગે રંગાઇ ગયા હતા. તસવીર- તેજસિંહ રાઠોડ

4,03,265

લોકોએપ્રસાદ લીધો

16,150 ધજારોહણ

52,046 ઉડનખટોલામાંબેઠા

2.50 કરોડ

ભંડારામાં કુલ દાન

8.38 લાખલોકો બસમાં મુસાફરી કરી

19,42,757

પ્રસાદવિતરણ પેકેટ

1.45 લાખ લોકોએ વેબસાઇટથી દર્શન કર્યા, 11 લાખ ભક્તોએએ SMS કર્યા

અન્ય સમાચારો પણ છે...