અંબાજી પ્રાથમિક શાળા પાસે જુગાર રમતા પાંચ શખસ ઝડપાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંબાજીપોલીસે સોમવારે પેટ્રોલીંગમાં હતા તે સમયે બાતમીના આધારે અંબાજી પ્રાથમિક શાળા પાસે જુગાર રમતા પાંચ શખસોને ઝડપી પાડી રૂ. 4710 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા શકુનીઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો.

અંબાજી ઇન્ચાર્જ પીઆઇ યુ.ડી.જાડેજાની સુચનાથી સ્ટાફ સોમવારે અંબાજી પંથકમાં પેટ્રોલીંગમાં હતા. તે સમયે બાતમી મળી હતી કે ખોડીવડલી સર્કલ પાસે આવેલ પ્રાથમિક શાળાની સીડી ઉપર ખુલ્લી જગ્યામાં કેટલાક શખસો જુગાર રમી રહ્યા છે. જેનાઆધારે ઓચિંતો છાપો મારી જુગાર રમતા પાંચ શખસોને ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી રોકડ રૂ.2610, પાંચ મોબાઇલ કિંમત રૂ.2100 મળી કિંમત રૂ.4710 નો મુદ્દામાલ કબજે કરાયો હતો. અંગે એએસઆઇ પરષોત્તમભાઇ કરશનદાસે અંબાજી પોલીસ મથકેફરીયાદ નોંધાવતા વધુ તપાસ ઇન્ચાર્જ પીઆઇ યુ.ડી.જાડેજા ચલાવી રહ્યા છે.

જુગારરમતા ઝડપાયેલા શખસો

1.સુરેશ કાન્તીલાલ રાવલ(રહે.અંબાજી, શક્તિધામ સોસાયટી, તા.દાંતા)

2. ફીરોજ મેરાબખાન મકરાણી (રહે.કુંભારીયા, તા.દાંતા)

3. ઇકબાલ જમાલખાન મકરાણી (રહે.કુંભારીયા, તા.દાંતા)

4. કાળુખાન અજીતખાન મકરાણી (રહે.કુંભારીયા, તા.દાંતા)

5. રફીકખાન કાદરખાન શેખ (રહે.અંબાજી ગુલઝારીપુરા, તા.દાંતા)

અંબાજી પોલીસે પ્રાથમિક શાળા પાસે જુગાર રમતા પાંચ શખસોને ઝડપી લીધા હતા. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...