ભાગળ(જ) ગામની સગીરાનું અપહરણ કરતા ચકચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરતાલુકાના ભાગળ(જ) ગામની સગીરા યુવતીને ત્રણ શખસો લલચાવી શુક્રવારે અપહરણ કરી લઇ ગયા હતા. અંગેની જાણ સગીરાના ભાઇને થતાં તેણે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ ત્રણ શખસ સામે નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અંગેની વિગત મુજબ પાલનપુર તાલુકાના ભાગળ(જ) ગામે રહેતા એક પરિવારની સોળ વર્ષની સગીર યુવતીને શુક્રવારે પાટણના વામૈયા ગામના રાજુજી બચુજી ઠાકોર, બચુજી ઠાકોર અને એક મહિલા લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી લઇ ગયા હતા. જેથી સગીરાના પરિવાર શોધખોળ કરવા છતાં સગીરાનો કોઇ પત્તો લગાતા સગીરાના ભાઇએ શોધખોળના અંતે ત્રણ વ્યકિતઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી વધુ તપાસ સર્કલ પીઆઇ એન.ડી.અંસારી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...