થલવાડા નજીક બે જીપ વચ્ચે અકસ્માતમાં દસ જણને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | દાંતાતાલુકાના થલવાડા ગામની સીમ પાસે રવિવારે બે કમાન્ડર જીપ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં કમાન્ડર જીપ નંબર જીજે.6.એએ-2658 ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સામેથી આવતી કમાન્ડર જીપ નબર જીજે.7.એચ.-2691 ને સામેથી ટક્કર મારી હતી. જેથી જીપમાં બેઠેલ દસ વ્યકિતઓને ઓછી વધતી ઇજાઓ થવા પામી હતી. તેમજ ડ્રાયવરને બન્ને પગે ફેકચર કરી જીપ મુકી નાસી ગયો હતો.

અંગે દાંતાના ખોટાનીમગરી ગામના કાન્તીભાઇ કાળાભાઇ ચૌહાણે કમાન્ડર જીપ નંબર જીજે.6એ.એ.2658 ના ચાલક સામે દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એએસઆઇ ભવાનપુરી મણીપુરી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...