પાલનપુરમાં માર્બલ ફેકટરીમાં સેલટેક્ષના દરોડા
પાલનપુર | પાલનપુર-આબુહાઇવે પર આવેલી માર્બલની સાત જેટલી ફેકટરીઓ પર મંગળવારે સેલટેક્ષ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી. સાત જેટલી ગાડીઓના કાફલા સાથે આવેલા સેલટેક્સ અધિકારીઓ માર્બલની ફેકટરીઓની તપાસ હાથ ધરી હતી. સવારથી સાંજ સુધી ચાલેલી દરોડાની કાર્યવાહીમાં મોડી સાંજ સુધી કોઇ માહિતી પ્રાપ્ત થઇ હતી.