• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • મહેસાણા | કેરાલાથી ગુજરાત તરફ આગળ વધતા ચોમાસાને લઇ મોનસુન

મહેસાણા | કેરાલાથી ગુજરાત તરફ આગળ વધતા ચોમાસાને લઇ મોનસુન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | કેરાલાથી ગુજરાત તરફ આગળ વધતા ચોમાસાને લઇ મોનસુન ટ્રફ સિસ્ટમના કારણે ગુજરાતમાં અપર એર સાયક્લોનીક સરક્યુલેશન ઉભુ થયુ છે. જેને લઇ ઉત્તર ગુજરાતમાં આગામી 72 કલાકમાં ભારે થી અતિભારે વરસાદ વરસી શકે છે તેવું ડિસા હવામાન વિભાગના વૈજ્ઞાનિક મહેન્દ્રભાઇ ચૌધરીએ જણાવ્યું હતું. 72 કલાકની આગાહીના પગલે ઉત્તર ગુજરાતના તમામ કલેકટરોને સાવચેતી તેમજ પોત પોતાના વિસ્તારોનું ધ્યાન રાખવા જણાવાયું છે. બીજી બાજુ કલેકટરો દ્વારા પણ પોતાના જિલ્લાના તમામ અધિકારીઓને આગળની સુચના મળે ત્યાં સુધી ફરજ પરનું સ્થળ છોડવા તાકિદ કરાઇ છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના તમામ મામલતદારો અને ફાયર બ્રિગેડની ટીમોને પણ સ્ટેન્ડ બાય રહેવાનું જણાવ્યું છે.પાલનપુર, મહેસાણા સહિત જગ્યાએ સોમવારે સાંજે વાવાઝોડા સાથે અેકથી દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. વાવાઝોડાથી અસંખ્ય વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા તેમજ મકાનોના પતરાં પર ઊડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...