Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હાર્દિક પટેલ પાલનપુરમાં આવતાં પાટીદારો નિરાશ થયા
પાલનપુરખાતે રવિવારે હાર્દિક પટેલનું સ્વાગત કરવામાં આવનાર હતું. જો કે, તેને અમદાવાદથી સીધા રાજસ્થાન લઇ જવામાં આવતાં પાલનપુર આવ્યો નહતો. હવે આગામી સમયમાં વિડીયો કોન્ફરન્સથી પાલનપુરની પ્રજાને સંબોધશે તેમ બનાસકાંઠા પાસના કન્વીનરે જણાવ્યું હતું.
પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલને ગુજરાતમાંથી હદપાર કરવામાં આવ્યો હતો. જે રવિવારે રાજસ્થાન જવાનો હોઇ પાલનપુર ખાતે સવારે 10-00 કલાકે સ્વાગત કરવામાં આવનાર હતું. જો કે, પોલીસ હાર્દિકને સીધો રાજસ્થાન લઇ ગઇ હતી. જેથી તે પાલનપુર આવી શક્યો નહતો. જેના પગલે બનાસકાંઠા જિલ્લાના પાસના કાર્યકરોમાં ભારે રોષ ઉદ્દભવવા પામ્યો છે.
અંગે પાટીદાર અનામત આંદોલનના બનાસકાંઠાના કન્વીનર શિવરામભાઇ ફોસી તથા શૈલેષભાઇ જોષીએ જણાવ્યું હતું કે, ‘હાર્દિક પટેલને સુરત, અમદાવાદ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં અભૂતપૂર્વક આવકાર સાથે પ્રજા તેને આવકારવા ઉમટી પડી હતી. જેથી સરકાર લોકજુવાળ સામે ધ્રુજી જતા આજે રવિવારે વિરમગામ ખાતે મોટા પોલીસ કાફલા સાથે હાર્દિક પટેલને પોલીસની નિગરાનીમાં પાટણ, સિદ્ધપુર અને પાલનપુરનો કાર્યક્રમ રદ કરાવી ગાંધીનગર માર્ગ દ્વારા હિમતનગર થઇ રાજસ્થાનમાં લઇ જવાયો છે. ગુજરાતમાં લોકશાહીનું ખૂન થઇ ગયું છે. પ્રજાએ તે સામે પ્રચંડ આક્રોશ છે. હાર્દિક પટેલ આગામી દિવસોમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા સભા યોજી પાલનપુરની પ્રજાને સંબોધશે.’
પાટણમાં રેલી સહિતના કાર્યક્રમો યથાવત