તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • ગઢમાં તંત્રએ નહીં લોકોએ ફાળો ઉઘરાવી નદીની સફાઇ કરાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગઢમાં તંત્રએ નહીં લોકોએ ફાળો ઉઘરાવી નદીની સફાઇ કરાવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરતાલુકાના ગઢ નજીકથી લડબીનદી પસાર થાય છે. જ્યાં જૂના ચોરા વિસ્તારને અડીને રાજપૂત સમાજ, સાધુ સમાજ અને વાલ્મીકી સમાજના લોકો વસવાટ કરે છે. અગાઉ જ્યારે લડબી નદીમાંપુર આવ્યું ત્યારે વિસ્તારના મકાનોમાં પાણી ઘુસી જતાં લાખોનું નુકશાન થયું હતું. વર્તમાન સમયે પણ નદીના પટમાં ગંદકી તેમજ ઝાડી -ઝાંખરા ઉગી નીકળ્યા હોઇ હોનારતનો ભય છે. અંગે ગ્રામ પંચાયતમાં લેખિત રજૂઆત કરવા છતાં કોઇ નિર્ણય આવતાં રહીશો ભેગા મળી ફાળો એકત્ર કરી નદીમાં ઉગેલા ઝાડ-ઝાંખરાની જેસીબી વડે સફાઇ કરાવી પાણી પહેલા પાળ બાંધી છે. અને અપનાહાથ જગન્નાથનું સૂત્ર સાર્થક કર્યું છે. અંગે નારણજી રાજપૂતે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતે ગ્રાન્ટ હોવાનું જણાવ્યું હતું. આથી લોકો ભેગા મળી કલાક સુધી જેસીબી મશીન વડે સફાઇ કરાવી રૂ. 5200નુ બિલ ચુકવ્યું હતું.

ગઢમાં લોકો ભેગા મળી જેસીબી દ્વારા નદીની સફાઇ કરાવી હતી. તસવીર-દિનેશરાણા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો