તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • દિયોદરમાં કંડકટર પટેલ કાકાએ 22 વર્ષ સુધી સહકર્મીઓને મફત ભોજન પીરસ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિયોદરમાં કંડકટર પટેલ કાકાએ 22 વર્ષ સુધી સહકર્મીઓને મફત ભોજન પીરસ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદરએસ.ટી. ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતાં અને પટેલ કાકાના હુલામણા નામથી લોકપ્રિય થયેલા અમરતભાઇ ગાજીપરાએ 22 વર્ષથી રાત્રિ રોકાણ વખતે સહકર્મીઓને વિનામૂલ્યે ભોજન (શાક) આપતા હતા. નોકરીમાં જોડાયા ત્યારે ભોજનાલયમાં સારું ભોજન મળતાં તેમણે સહકર્મચારીઓને પણ ભોજન (શાક) આપવાનો નિર્ણય કર્યો હતો.

રાજકોટના જેતપુર તાલુકાના પીઠડીયા ગામના અમરતભાઇ પરસોત્તમભાઇ ગાજીપરા (પટેલ) દિયોદર એસ.ટી. ડેપોમાં વર્ષ 1994માં કંડકટર તરીકે જોડાયા હતા. અને દિયોદર-જૂનાગઢ એક્સપ્રેસમાં ફરજ બજાવતા હતા. જેઓ પટેલ કાકાના હુલામણા નામથી લોકપ્રિય બન્યા છે. જેઓ વયનિવૃત્ત થતાં દિયોદર ખાતે ભાવભરી વિદાય આપવામાં આવી હતી. અનુસંધાનપાના-8

અંગેતેમણે જણાવ્યું હતું કે, ‘હું જ્યારે 1994 માં દિયોદર એસ.ટી. ડેપોમાં કંડકટર તરીકે આવ્યો ત્યારે રાજકોટ ડિવીઝનના અન્ય 18 કર્મચારીઓ પણ સાથે હતા. જો કે, દિયોદરમાં રાત્રિ રોકાણ વખતે લોજમાં સારું ભોજન મળતું નહતું. આથી બધાને ઘરનું શાક મળી રહે તે માટે પોતાની જાતે શાક બનાવી વિનામૂલ્યે કર્મચારીઓને આપતો હતો. 22 વર્ષ સુધી 40 જેટલા કર્મચારીઓની સેવાનો લાભ મળ્યો છે.

શાકનો સ્વાદ નહીં ભુલાય

‘દિયોદરએસ.ટી. ડેપોમાં હું છેલ્લા 6 વર્ષથી ફરજ બજાવું છું. એકાંતરે પટેલ કાકાના હાથની સ્વાદિષ્ટ સબજી ખાવાથી આનંદ થતો હતો. હવે તે સ્વાદ ચાખવા નહીં મળે તેનો રંજ છે.’: એન.સી.પરમાર (કંડકટર)

ડીસીએચરણસ્પર્શ કર્યા

નીલકંઠમહાદેવ મંદિર ખાતે યોજાયેલા પટેલ કાકાના વિદાય સમારંભમાં ઉપસ્થિત પાલનપુર વિભાગીય એસ.ટી. નિયામક કમલહસન દ્વારા પટેલ કાકાની 22 વર્ષની સબજીની સેવાની વાત જાણી ભાવવિભોર બની પટેલ કાકાના ચરણસ્પર્શ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો