તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • મલુપુરની પરિણીતાએ આત્મ હત્યાનો પ્રયાસ કરતાં ચકચાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મલુપુરની પરિણીતાએ આત્મ હત્યાનો પ્રયાસ કરતાં ચકચાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરાદનામલુપુર ગામની એક પરિણીતાએ જીવન પરથી મન ઉઠી જતાં શરીરે કેરોસીન છાંટી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.જોકે તેણી ગંભીર રીતે દાઝવાના કારણે વધુ સારવાર માટે પાલનપુર સિવીલમાં ખસેડાઇ હતી.પોલીસે જાણવા જોગ રજીસ્ટરે નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવથી ચકચાર મચી જવા પામી હતી.

થરાદના લુણાલ ગામના મનજીભાઇ દેવસીભાઇ નાઇની પુત્રી તથા પુત્રનાં લગ્ન થરાદના મલુપુર ગામના જીવાભાઇ ભીખાભાઇ નાઇના પુત્ર પુત્રી સાથે સાટાપ્રથામાં કરેલ હતાં.શનિવારના બપોરના ત્રણેક વાગ્યાના સુમારે વર્ષાબેન (ઉ.વ.25) શરીરે કેરોસીન છાંટી બળી મરવાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે થરાદની રેફરલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.

અંગે તેણીના પતિ દિનેશભાઇ જીવાભાઇ નાઇએ તેના સસરા મનજીભાઇને જાણ કરતાં બધા થરાદ દોડી આવ્યા હતા.જોકે થરાદથી વધુ સારવાર માટે પાલનપુર સારવાર માટે ખસેડાઇ હતી.મનજીભાઇએ થરાદ પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે જાણવા જોગ રજીસ્ટરે નોંધ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો